હરિયાળા ગાંધીનગરમાં વિકાસના નામે થઈ રહેલા
વૃક્ષોના બેફામ નિકંદનને અટકાવવા ગાંધીનગર શહેર
વસાહત મહામંડળે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.
મહામંડળના પ્રમુખ અરૂણભાઈ બુચે આ સંદર્ભે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે
છેલ્લાં કેટલાક વર્ષોથી વિકાસના નામે ગાંધીનગરમાં બેફામ વૃક્ષોનું નિકરંન કરી હરિયાળીને વ્યાપક
નુકસાન પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રવૃત્તિન અટકાવવામાં નહિ આવે તો
નજીકના ભવિષ્યમાં જ હરિયાળી નગરી તરીકેની ઓળખ મટીને
આ શહરે સિમેન્ટ કોંક્રિટની પ્રદૂષણયુક્ત નગરી બની જશે. જેને પગલે નાગરિકોએ
ઓક્સિજન માટે વલખાં મારવાનો વખત આવશે. શહેરના આંતરિક
માર્ગો પર હાલ કોઈ જરૂરિયાત ન હોવા છતાં ટ્રાફિકનો સર્વે કર્યા વગર જ ડિવાઈડર નાખવાની
કામગીરી હાથ ધરી આડે આવનાર વર્ષો જૂના સેંકડો વૃક્ષોનું નિકંદન
કાઢવામાં આવી રહ્યું છે. આ બાબતે પુનઃ વિચારણ કરી
વિકાસના નામે થઈ રહેલ વૃક્ષોનું નિકંદન રોકવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને અરૂણ બુચ, કિશોર
જિકાદરા, પ્રદિપ સોલંકી, ભાનુભાઈ દવે, મયૂર વ્યાસ, કશ્યપ મહેતા સહિત અન્ય
હોદ્દેદારોએ અપીલ કરી છે.