વિકાસની લીલા…!? ગ્રીનસિટી ગાંધીનગરની લીલાશ ઘટી…!?

0
315

ગુજરાતનું પાટનગર ગાંધીનગર હવે ઘટાદાર વૃક્ષોથી હર્યું ભર્યું હરિયાળું રહ્યું ન હોવાનો
રિપોર્ટ ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાએ પ્રકાશિત કરતાં પ્રકૃતિપ્રેમીઓએ આઘાત અનુભવ્યો છે. વિકાસને કારણે ૩૦ ટકા જેટલા વૃક્ષો કપાતા છેલ્લાં સાત વર્ષમાં આચ્છાદિત વૃક્ષોનો ઘેરાવો, ગીચતા અને લીલાશ ઘટી જવા પામ્યા છે. જો કે વનવિભાગે હવે ૨૨ લાખ વૃક્ષો વાવીને ગાંધીનગરને પુનઃ હરિયાળું બનાવવાનું નક્કી કર્યું છે.
વિશ્વના એક સમયના સૌથી હરિયાળા શહેર તરીકેનું બિરુદ પામલે ગાંધીનગરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રસ્તાઓના નવીનીકરણ, અન્ડરપાસ, ઓવરબ્રિજ, ગટર-પાણીની પાઈપલાઈન, રોડ ડિવાઈડર
જેવા અનેકવિધ વિકાસ કામોને પગલે લાખોની સંખ્યામાં વૃક્ષોનું નિકંદન નીકળી જતાં હરિયાળા શહેર તરીકેની ઓળખ ગુમાવીને ગાંધીનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બની રહ્યું છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા
દ્વારા પ્રકાશિત રિપોર્ટમાં ગાંધીનગરમાં ગ્રીનરી ચિંતાજનક રીતે ઘટી
હોવાનો ઘટસ્ફોટ થતાં વનવિભાગે નુકસાની સરભર કરવા હવે ૨૨
લાખ વૃક્ષોના વાવેતરનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here