દેશનું બીજું મહત્વકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-2 ચંદ્રની ખૂબ જ નજીક પહોંચી ગયું છે. આજે સવારે 8 વાગીને 50 મિનિટે લેન્ડર વિક્રમે તેની પાસેની પ્રજ્ઞાન રોવરને લઈને સફળતાપૂર્વક ચંદ્રની દિશામાં ચાલવાનું શરૂ કર્યું છે. હાલ ઓર્બિટર અને વિક્રમની તમામ પ્રણાલી યોગ્ય રીતે કામ કરી રહી છે.
ઈસરોએ જણાવ્યું કે અલગ થયા બાદ વિક્રમ અત્યાર સુધી ચંદ્રમાંની 119 કિમી ગુણયા 127 કિમીની કક્ષામાં ચક્કર લગાવી રહ્યું હતું. ઈસરોના વૈજ્ઞાનિકોએ વિક્રમને મંગળવારે સવારે 8.50 વાગે ચંદ્રની નજીકની કક્ષા 36 ગુણયા 100 કિમીની સીમામાં દાખલ કરી દીધું છે. બાદમાં ચાર સપ્ટેમ્બરે તેને ચંદ્રની સપાટી પર ઉતારવા માટે તૈયાર કરવામાં આવશે. બાદમાં ત્રણ દિવસ સુધી વિક્રમ ચંદ્રની સૌથી નજીકની કક્ષામાં ચક્કર લગાવતુ રહેશે. બાદમાં સપાટી પર ઉતારવાની પ્રક્રિયા શરૂ થશે.