વિદ્યાર્થીઓ પર પોલીસની કાર્યવાહી વિરુદ્ધ પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા

0
1133

દિલ્હીમાં નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિર્સિટીના વિદ્યાર્થીઓ રવિવારે કરાયેલા પ્રદર્શનોએ હિંસક રુપ લીધુ હતું. પ્રદર્શનો પર અંકુશ મેળવવા માટે દિલ્હી પોલીસે કડક કાર્યવાહી કરી હતી જેના વિરોધમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઇન્ડિયા ગેટ ખાતે ધરણા પર બેસી ગયા છે. માહિતી મુજબ પ્રિયંકા ગાંધી ઇન્ડિયા ગેટ પર બે કલાક માટે ધરણા પર બેસી ગયા છે.  કોંગ્રેસ મહાસચિવ સાથે  ધરણામાં કોંગ્રેસ પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ જોડાયા હતા. આ અંગેની માહિતી આપતા કોંગ્રેસના ચીફ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, સાંજે ચાર વાગ્યે શરુ થયેલા ધરણા બે કલાકના રહેશે, આ સાંકેતિક વિરોધ જામિયા મિલિયા ઇસ્લામિયા તથા અન્ય સ્થળો પર વિદ્યાર્થીઓ સાથે જોડાવા માટે કરવામાં આવ્યા છે.

આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ નિવેદન આપ્યું હતું કેસ શાસન કરવામાં મોદી સરકાર નિષ્ફળ છે અને મોદી સરકાર ભાગલાની જનેતા છે. મોદી સરકારની મંશા સ્પષ્ટ છે કે દેશમાં અસ્થિરતા ફેલાવો, હિંલા ફેલાવો, દેશના યુવાવર્ગના અધિકારો છીનવી લો. દેશમાં ધાર્મિક ઉન્માદનું વાતાવરણ ઉભું કરો અને રાજકીય રોટી શેકતા જાઓ. ઉલ્લેખનીય છે કે, જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસની કાર્યવાહીની તમામ વિપક્ષ દળો ભારે નિંદા કરી હતી. વિદ્યાર્થીઓને દેશની અન્ય યુનિવર્સિટીઓનું સમર્થન પણ મળ્યું છે. મહારાષ્ટ્ર યુનિવર્સિટી, અલીગઠ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ જામિયા વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here