વિદ્યા બાલન શોભી ઊઠી હ્યુમન કમ્પ્યુટર શકુંતલા દેવીના પાત્રમાં

0
1710

મૅથૅમેટિશયન અને હ્યુમન કમ્પ્યુટર શકુંતલા દેવીની ભૂમિકામાં વિદ્યા બાલનનો ફર્સ્ટ લુક બહાર પાડવામાં આવ્યો છે.
‘શકુંતલા દેવી- હ્યુમન કોમ્પ્યુટર’ આ બાયોપિકમાં વિદ્યા અદ્લ તેમનાં જેવી દેખાઈ રહી છે. વિદ્યા લાલ સાડી, બૉબ હૅર કટ અને બિન્દીમાં દેખાઇ રહી છે. શકુંતલા દેવીનો જન્મ ૧૯૨૯ની ૪ નવેમ્બરે થયો હતો. તેમનું અવસાન ૨૦૧૩ની ૨૧ એપ્રિલે થયુ હતું. ફિલ્મનાં લુકનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિદ્યાએ કૅપ્શન આપી હતી કે ‘દરરોજ ફિલ્મને લઈને ઉત્સાહ વધી રહ્યો છે. સમય આવી ગયો છે કે મૅથૅમેટિકલ જિનીયસને ઊંડાણપૂર્વક જાણવામાં આવે.’
આ ફિલ્મને અનુજ મેનન ડિરેક્ટ અને સોની પિક્ચર્સ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ ૨૦૨૦માં રિલીઝ કરવામાં આવશે. શકુંતલા દેવીની વિશેષતા એ હતી કે તેઓ થોડી જ ક્ષણોમાં કેટલા પણ અઘરા દાખલા હોય એને ઉકેલી શકતા હતાં. તેમણે પાંચ વર્ષની વયે ૧૮ વર્ષનાં વિદ્યાર્થીનો ગણીતનો દાખલો ઉકેલ્યો હતો. તેમની આ ખાસિયતને કારણે તેમને અનેક અવૉર્ડ્સ પણ મળ્યા હતાં. ફિલ્મનાં પોસ્ટરની સાથે જ એનું ટીઝર પણ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિદ્યાએ કૅપ્શન આપી હતી કે ‘તેઓ દરેક બાબતમાં અતુલનિય હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here