વિશ્વ ક્રિકેટમાં ભારતનો દબદબો, જય શાહ બનશે ICCના નવા ચેરમેન

0
214

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નવા ચેરમેન બની ગયા છે. જય શાહ હવે ગ્રેગ બાર્કલેની જગ્યા લેશે. જય શાહે ICC ચેરમેન પદ માટે અરજી કરનાર એકમાત્ર ઉમેદવાર રહ્યા છે. એવામાં ચૂંટણી યોજાયા વગર જ તે બિનહરીફ ચૂંટાયા છે. જણાવી દઈએ કે, અરજીની છેલ્લી તારીખ મંગળવાર (27 ઓગસ્ટ) હતી.ICC ચેરમેન બે-બે વર્ષના ત્રણ કાર્યકાળ માટે પાત્ર ગણાય છે અને ન્યૂઝીલેન્ડના વકીલ ગ્રેગ બાર્કલેએ અત્યાર સુધીમાં 4 વર્ષ પૂર્ણ કરી લીધા છે. બાર્કલેને નવેમ્બર 2020માં આઈસીસીના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતા. તેને 2022માં ફરી આ પદ માટે ચૂંટવામાં આવ્યા હતા.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના (ICC) નવા ચેરમેનની ચૂંટણી માટે 27 ઓગસ્ટે ઉમેદવારીની છેલ્લી તારીખ હતી. આ નક્કી સમય સુધીમાં જય શાહ સિવાય કોઈએ પણ આ પદ માટે ઉમેદવારી નોંધાવી નહોતી. બાદમાં ICC એક્ઝિક્યૂટિવ બોર્ડે જય શાહને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. 35 વર્ષના જય શાહ સૌથી યુવા આઈસીસીના ચેરમેન પણ બની ગયા છે.