Home Gandhinagar વેકેશનમાં ચોરીઓ અટકાવવા પોલીસનો ‘પ્રોજેક્ટ સતર્ક’

વેકેશનમાં ચોરીઓ અટકાવવા પોલીસનો ‘પ્રોજેક્ટ સતર્ક’

0
167

દિવાળીના વેકેશનમાં ચોરીઓ અટકાવવા ગાંધીનગર પોલીસે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. ગાંધીનગર પોલીસે પ્રોજેક્ટ સતર્ક શરુ કરશે અને તેના ભાગરુપે ગાંધીનગર પોલીસ બંધ ઘરમાં એલાર્મ સાથેનો કેમેરો લગાવી આપશે. એલાર્મ વાગતા 3 મિનિટમાં પોલીસ પહોંચી જશે.

દિવાળીના તહેવારોમાં ચોરીઓની ઘટનાઓ પણ વધી જાય છે

દિવાળીના તહેવારો દરમિયાન બહાર ફરવા જતા લોકોની સંખ્યા વધી રહી છે. વકેશનમાં પરિવાર સાથે ગુજરાત કે ગુજરાતની બહાર ફરવા જવા માટે ખાસ ઉત્સાહ પણ લોકોમાં જોવા મળે છે પણ દિવાળીના તહેવારોમાં ચોરીઓની ઘટનાઓ પણ વધી જાય છે કારણ કે લોકો પોતાનું મકાન બંધ કરીને ફરવા જાય છે.

ગાંધીનગર પોલીસે પ્રોજેક્ટ સતર્ક

લોકો જ્યારે બહાર ફરવા જાય ત્યારે તેમના મનમાં ચિંતા સતાવતી હોય છે કે તેમનું મકાન અને મકાનમાં રહેલી મતા સલામત રહેશે કે કેમ અને આ ચિંતા દૂર કરવા માટે ગાંધીનગર પોલીસે પ્રોજેક્ટ સતર્ક શરૂ કર્યો છે.

ગાંધીનગર પોલીસ બંધ ઘરમાં એલાર્મ

ગાંધીનગર પોલીસ બંધ ઘરમાં એલાર્મ સાથેનો કેમેરો લગાવી આપશે. જો કોઇ તસ્કર મકાનમાં પ્રવેશશે તો તે કેમેરામાં કેદ તો થઇ જ જશે પણ તેની સાથે જ મકાન માલિક અને સીસીટીવી આપનાર એજન્સીના કર્મચારીના મોબાઇલમાં એલાર્મ વાગશે.

2થી 3 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જશે

એલાર્મ વાગતાં જ 2થી 3 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જશે અને ચોરી અટકાવશે. જો સમયસર પોલીસ પહોંચે તો ચારી અટકાવાની સાથે તસ્કર પણ રંગે હાથે પકડાઇ જશે. હાલ પહેલા તબક્કામાં સેક્ટર-7 અને સેક્ટર-21નો સમાવેશ થશે. જો કે કેમરા ચાર્જ જે તે એન્જસીને મકાન માલિકે ચૂકવવો પડશે.