વેલોસિટીએ દેશનું પહેલું ચેટGPT આધારિત ચેટબોટ લોન્ચ કર્યું

0
193

દેશની પહેલી ફાઇનાન્શિયલ ટેક્નોલોજી કંપની વેલોસિટીએ દેશનું પહેલું ચેટGPT આધારિત ચેટબોટ ‘લેક્સી’ લોન્ચ કર્યું છે. કંપનીએ તેના વર્તમાન એનાલિટિક્સ ટૂલને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે મર્જ કર્યું છે. ભારતની ઇકોમર્સ બ્રાન્ડ્સ વોટ્સએપ પર દૈનિક બિઝનેસ રિપોર્ટ મેળવવા ‘વેલોસિટી ઇનસાઇટ્સ’નો ઉપયોગ કરે છે. તેને લીધે કંપનીએ એ જ વોટ્સએપ ઇન્ટરફેસમાં ચેટGPTનું ઇન્ટિગ્રેશન કર્યું છે.

વેલોસિટીના સહસ્થાપક અને સીઇઓ અધિરૂપ મેઢેકરે જણાવ્યું હતું કે, “ચેટGPTના લોન્ચિંગથી અમારી પ્રોડક્ટ ટીમ સ્થાપકોને તેનો લાભ કેવી રીતે મળે તેના માટે કામ કરી રહી હતી. વેલોસિટીના ગ્રાહકો પહેલેથી જ દૈનિક ધોરણે ઇનસાઇટ્સનો ઉપયોગ કરે છે. અમે એ જ ઇન્ટરફેસ સાથે ચેટGPTનું ઇન્ટિગ્રેશન કર્યું છે. જેથી ગ્રાહકોને બિઝનેસ સંબંધી નિર્ણયો લેવામાં મદદ મળી શકે.”

વેલોસિટી ઇનસાઇટ્સ સાથે ચેટGPTના ઇન્ટિગ્રેશનથી ઇ-કોમર્સના કંપનીઓના સ્થાપકોને વધુ સુવિધા મળે છે. જેમાં તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત બિઝનેસ નિર્ણયો લેવામાં પૂછપરછ કરી શકે છે. તેને લીધે બિઝનેસની મહત્વની કામગીરી માટે સમય બચે છે એવી માહિતી કંપનીએ આપી હતી. નેચરપ્રોના સીઇઓ અને સ્થાપક મોહિત મહાપાત્રાએ જણાવ્યું હતું કે, “વેલોસિટી ઇનસાઇટ્સના લોન્ચિંગથી મને મારી બ્રાન્ડની આવક અને માર્કેટિંગ ખર્ચ પર નજર રાખવામાં મદદ મળી છે. ચેટGPT ઇન્ટિગ્રેશનને પગલે હું બિઝનેસમાં જ્યાં જરૂર જણાય ત્યાં પર્સનલ આસિસ્ટન્ટ તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો લાભ મેળવી શકું છું.” વિવિધ અહેવાલોમાં જણાવ્યા અનુસાર ચેટGPT બે મહિનામાં ૧૦ કરોડ યુઝર્સ સુધી પહોંચ્યું છે અને તેની વિઝિટની સંખ્યા ૫૯ કરોડ રહી છે.