શનાયા કપૂરની રોમેન્ટિક શરૂઆત……વિક્રાંત મેસ્સી સાથે !!!!

0
375

વિક્રાંત મેસ્સી અને શનાયા કપૂરની આવનારી ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’ એક અલગ પ્રકારની ફિલ્મ છે, જે રસ્કીન બોન્ડની ટૂંકી વાર્તા પર આધારીત છે, ‘ધ આઇઝ હેવ ઇટ’. તેમાં એવી વાત છે કે બે વ્યક્તિઓ એક ટ્રેનની સફર દરમિયાન મળે છે અને પેહલી જ મુલાકાતમાં તેમની વચ્ચે એક નાતો બંધાઈ જાય છે. મહત્વની વાત એ છે કે વિક્રાંત મેસ્સી આ પહેલાં ’12 ફઇલ’, ‘ડેથ ઇન અ ગંજ’, ‘ધ સાબરમતી રિપોર્ટ’ જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કરી ચુક્યો છે, તેથી આ ફિલ્મ પાસે પણ દર્શકોની ઘણી અપેક્ષાઓ છે.

‘આંખો કી ગુસ્તાખિયાં’થી બોલિવૂડની રોમેન્ટિક ફિલ્મોનો દોર પાછો આવશે, એવી પણ આશાઓ છે. કારણ કે છેલ્લાં થોડા વખતથી ઇન્ટેન્સ અને એક્શન ફિલ્મ ઉપરાંત હોરર કોમેડીનો દોર ચાલે છે, તેમાં આ ફિલ્મ શાંતિ આપે એવી અને ફીલ ગૂડ રોમેન્ટીક ફિલ્મ હશે. બોલિવૂડની ફિલ્મોના દર્શકો લાંબા સમયથી કોઈ રોમેન્ટિક ફિલ્મોની રાહ જુએ છે, જે ન્યુ એજ ઓડિયન્સને પણ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ત્યારે કદાચ દર્શકોને આ ફિલ્મથી ફરી થિએટરમાં જવાનું કારણ મળશે એવી આશા છે.