IPL 2025 માં આજે પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો આમને-સામને છે. આ મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે. પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, પંજાબ કિંગ્સે શાનદાર પ્રદર્શન કર્યું અને સનરાઈઝર્સ હૈદરાબાદને 246 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો. કેપ્ટન શ્રેયસ ઐયરે 82 રનની શાનદાર ઈનિંગ રમી. તેના સિવાય પ્રભસિમરન સિંહે 42 રન અને પ્રિયાંશ આર્યએ 36 રન બનાવ્યા.
હૈદરાબાદ તરફથી હર્ષલ પટેલે 4 વિકેટ અને ઈશાન મલિંગાને 2 સફળતા મળી. આ મેચમાં એક ખાસ ક્ષણ આવી જ્યારે માર્કસ સ્ટોઈનિસે મોહમ્મદ શમીની એક ઓવરમાં ઝડપી રન બનાવીને દર્શકોને રોમાંચિત કરી દીધા.