શુભમન ગિલનું પત્તું કપાયું, સંજુ-ઈશાનની વાપસી

0
200

ભારતીય સિલેક્ટર અજિત અગરકરે ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. શુભમન ગિલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ગિલના સ્થાને અક્ષર પટેલને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં ઇશાન કિશન અને રિંકુ સિંહનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી જેવા સ્ટાર ખેલાડીઓ પણ ટીમમાં સામેલ છે.ટી20 વર્લ્ડ કપ ટીમમાં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે શુભમન ગિલને માત્ર વાઇસ કેપ્ટન તરીકે જ નહીં પરંતુ તેને ટીમમાંથી સંપૂર્ણપણે બહાર કરવામાં આવ્યો છે. વિકેટકીપર-બેટ્સમેન જીતેશ શર્મા પણ ટીમનો ભાગ નથી. તેના સ્થાને શાનદારમાં ફોર્મમાં ચાલી રહેલા ઈશાન કિશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇશાને સૈયદ મુશ્તાક ટ્રોફીમાં શાનદાર બેટિંગ કરી હતી. સૂર્યાકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરશે. રિંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદર પણ ટીમનો ભાગ છે.