શ્રીરામને રામ નવમીની ઉજવણી ના ભાગ રૂપે કરવામાં આવ્યું સૂર્યનું તિલક

0
262

રામ લલ્લાએ 500 વર્ષનો વનવાસ ભોગવ્યો ત્યારે 22 જાન્યુઆરી 2024 ના રોજ તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. જે દિવસ ઇતિહાસના ચોપડે સુવર્ણ અક્ષરે લખાયો. આ દિવસના લાખો કરોડો લોકો સાક્ષી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અયોધ્યામાં 500 વર્ષ બાદ પ્રથમ વખત ભવ્ય રીતે રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહીં છે. આજે પ્રભુ શ્રીરામને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. આ તિલકની અનેક ખાસિયતો પણ છે. આ સાથે સૂર્ય તિલક એ શ્રીરામની પ્રતિમાનું સૌદર્ય ખુબ જ વધારી દીધું છે.સૂર્ય તિલકની ખાસિયત વિશે વાત કરવામાં આવે તો દર રામનવમીના દિવસે બપોરે સૂર્યની કારણો રામ લલ્લાની મૂર્તિ પર પડશે. જેના કારણ રામ લલ્લાની મૂર્તિ દિવ્ય સ્વરૂપે દેખાશે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, રામનવમીના દિવસે અચૂક રીતે સૂર્ચના કિરણો રામ લલ્લાની મૂર્તિ પર પડશે. જેથી મૂર્તિ દિવ્ય દેખાશે અને મંદિરના ગર્ભગૃહમાં પણ તેનો દિવ્યપ્રકાશ જોઈ શકાશે. એટલા માટે જ તેને Surya Tilak કહેવામાં આવે છે.CSIR ના વૈજ્ઞાનિકોની એક ટીમ દ્વારા આ સૂર્ય તિલકને ખાસ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ તિલકને તૈયાર કરવા માટે ગિયરબોક્સ અને પ્રતિબિંબીત મિરર સહિતના લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્રીજા માળેથી સૂર્યના કિરણોને સૂર્યના પથના સિદ્ધાંતોની મદદથી ગર્ભ ગૃહમાં લાવવામાં આવશે.