શ્રીહરિકોટાથી આદિત્ય-L1નું સફળ લોન્ચિંગ…

0
226

ભારતના સૌપ્રથમ સોલર મિશન આદિત્ય-L1નું શનિવારે સવારે 11.50 કલાકે શ્રીહરિકોટાથી લોન્ચિંગ થયું છે. આ મિશનનો હેતુ સૂર્ય વિશે વધુમાં વધુ જાણકારી મેળવવાનો છે. આદિત્ય એલ-1નું પ્રાઈમરી પેલોડ વિઝિબલ એમિશન કોરોનાગ્રાફ પ્રતિ દિવસ ગ્રાઉન્ડ સ્ટેશન પર 1400 તસવીરો મોકલશે. જેનું એનાલિસિસ કરવામાં આવશે. આદિત્ય એલ-1ને સૂર્યની દિશામાં હાલો ઓર્બિટમાં મૂકવામાં આવશે જેથી તે સૂર્યને સતત જોઈ શકશે.સૂર્યના પ્રભામંડળની ભ્રમણકક્ષામાં રહેલા એલ-1 પોઈન્ટથી કોઈપણ અવરોધ વિના સૂર્યનું સતત નિરીક્ષણ કરવાની તક મળશે