‘ષડ્યંત્ર’ પહેલી ગુજરાતી મલ્ટિસ્ટાર વેબ-સિરીઝ છે

0
616

પૉલિટિકલ થ્રિલર ગુજરાતી વેબ-સિરીઝ ‘ષડ્‍યંત્ર’ ૨૪ જૂને શેમારૂમી પર રિલીઝ થશે. આ વેબ-સિરીઝ પહેલી ગુજરાતી મલ્ટિસ્ટાર વેબ-સિરીઝ છે. ૮ એપિસોડની આ સિરીઝમાં રાજકીય કાવાદાવા રમતાં રોહિણી હટ્ટંગડી, અનુરાગ પ્રપન્ન, અપરા મહેતા, વંદના પાઠક, દીપક ઘીવાલા સહિત ગુજરાતી રંગભૂમિના અનેક કલાકારો છે. વેબ-સિરીઝનું ડિરેક્શન ઉર્વીશ પરીખે કર્યું છે. ઉર્વીશ પરીખ કહે છે, ‘અગાઉ ક્યારેય આ પ્રકારની ગુજરાતી વેબ-સિરીઝની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. અમે જયપુરમાં આખી વેબ-સિરીઝ શૂટ કરી છે, જેનું લેવલ કોઈ પણ હિન્દી વેબ-સિરીઝથી સહેજ પણ ઓછું કે ઊતરતું નથી. સત્તા માટે કેવી સાઠગાંઠ ચાલતી હોય છે એની વાત ‘ષડ્‍યંત્ર’માં કહેવામાં આવી છે.’

આ અગાઉ શેમારૂમીના ગુજરાતી સેક્શનમાં મલ્હાર ઠાકરની ‘વાત વાતમાં’ વેબ-સિરીઝ રિલીઝ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here