સંસદની બહાર સ્પ્રે કરનાર આરોપી મહિલાની માતા એ આપ્યું નિવેદન

0
154

સંસદની 22મી વર્ષ ગાંઠ પર સુરક્ષા વ્યવસ્થામાં મોટી ખામી સરજાણી છે. કારણ કે લોકસભામાં વિઝિચર્સ ગેલેરીમાંથી અચાનક બે અજાણ વ્યક્તિઓ આવીને સાંસદો વચ્ચે આતંકી કૃત્ય કર્યું હતું. આ બન્ને આરોપીમાંના એક આરોપી દ્વારા સંસદમાં કલર સ્પ્રે છોડવામાં આવ્યો હતો. તે ઉપરાંત સાંસદની બહાર પણ એક સ્ત્રી આરોપી દ્વારા કલર સ્પ્રે છોડવામાં આવ્યો હતો. ત્યારે આ તમામ આરોપીમાંથી એક આરોપીના પરિવારજનોનું નિવેદન બહાર આવ્યું છે.આરોપી નીલમની માતા સરસ્વતીનું કહેવું છે કે તેમની પુત્રી ખુબ જ શિક્ષિત છે. તેમ છતાં તેમની પુત્રીને બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે. તેણે BA, MA, B.Ed, MPhil, HTET, NET પાસ કર્યું છે. આમ છતાં તેને નોકરી મળતી ન હતી. તે ઘણીવાર બેરોજગારીથી નાખુશ રહેતી હતી. તે ઘણા મહિના પહેલા અભ્યાસ માટે હિસાર ગઈ હતી. તેની જોડે તાજેતરમાં જ વાત થઈ હતી. તેણે મારી તબિયત વિશે પૂછ્યું હતું, મારી તબિયત વિશે પૂછ્યું હતું કારણ કે હું બીમાર હતી અને ગ્લુકોઝ ચડાવવામાં આવતું હતું. તેમની માંતાને આ ઘટના વિશે કોઈ જાણ હતી નહીં.

નીલમના ભાઈ રામનિવાસનું કહેવું છે કે નોકરી ન મળવાથી તે નાખુશ હતી. તે બેરોજગારીનો મુદ્દો ઉઠાવવા ‘કિસાન આંદોલન’માં પણ ગઈ હતી, પરંતુ આંદોલનનો અંત આવતાં તેને હિસાર ભણવા માટે મોકલી હતી.