સતીશ કૌશિકના મૃત્યું અંગે થયો ખુલાસો : પોલીસને મળ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ

0
295

ગુરુવારે હિંદી સિનેમા જગતના જાણીતા અભિનેતા અને ડાયરેક્ટર સતીશ કૌશિકનું મોત નિપડ્યું હતું. તેમના ઓચિંતા થયેલા મૃત્યુથી તેમના ફેન્સ વર્તૂળ ઉપરાંત સિનેમા જગતમાં શોક ફેલાઈ ગયો હતો. હવે તેમના મોત બાદ પોલીસને વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો છે. આ રિપોર્ટમાં તેમના મૃત્યું થવા પાછળ મોટો ખુલાસો થયો છે. પોલીસને મળેલી વિગતવાર પોસ્ટમોર્ટમ અહેવાલ પ્રમાણે સતીશ કૌશિકનું મૃત્યુ બીમારીને લીધે થયેલા કાર્ડિયક એરેસ્ટ ને લીધે થયું છે. અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે સતીશ કૌશિકને હાઈપરટેન્શનઅને સુગરની બીમારી  હતી. અત્યાર સુધીની તપાસમાં કોઈ જ પ્રકારની શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી.