‘સનમ તેરી કસમ’ 9 વર્ષ બાદ રી-રિલીઝ થતા જ તોડ્યા કમાણીના બધા રેકોર્ડ….

0
93

સનમ તેરી કસમ ફિલ્મ 9 વર્ષ બાદ રી-રિલીઝ કરવામાં આવી છે. ચાર દિવસમાં જ આ ફિલ્મે કમાણીના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. કલેક્શનના મામલે આ ફિલ્મે ઘણી નવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે.હર્ષવર્ધન રાણે અને માવરા હુસૈનની ફિલ્મ સનમ તેરી કસમ 2016માં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. પરંતુ હવે જ્યારે આ ફિલ્મ 9 વર્ષ પછી 7 ફેબ્રુઆરી 2025ના રોજ રી-રિલીઝ કરવામાં આવી હતી, ત્યારે ફિલ્મે તેની રિલીઝ સાથે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે.બોલિવૂડની ઘણી ફિલ્મો ફરીથી રિલીઝ થઈ રહી છે. આ સિરીઝમાં સનમ તેરી કસમ પણ રી-રિલીઝ થઈ હતી. ફિલ્મ રી-રિલીઝ થતાં જ તેણે દર્શકોના દિલ જીતી લીધા છે. તમને જણાવી દઈએ કે, સનમ તેરી કસમ રી-રિલીઝમાં બાજી મારી લીધી છે.