સરકારી ફરજ પૂર્ણ થયા બાદ 18 જેટલા વૃદ્ધાશ્રમમાં સેવાકિય પ્રવૃત્તિઓ

0
516

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને રાજભવન ગાંધીનગર ખાતે ફરજ બજાવતા તબીબો તથા પેરામેડીકલ સ્ટાફ દ્વારા સરકારી ફરજ પૂર્ણ થયા બાદ વધારાના સમયમાં 18 જેટલા વૃદ્ધાશ્રમમાં તબીબી સેવાકિય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સનસેટ મેડીકલ રીલીફ ફાઉન્ડેશન ટ્રસ્ટ્ર હેઠળના વૃદ્ધાશ્રમની મેડીકલ કેમ્પની સેવાકિય પ્રવૃત્તિને આજે 10 વર્ષ પૂર્ણ થયા છે. ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા તથા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ 18 વૃદ્ધાશ્રમોમાં 750 જેટલા વડીલોને છેલ્લા 10 વર્ષમાં તબક્કાવાર દર બે મહિને આયોજીત 815 જેટલા કેમ્પ થકી આ તબીબો અને પેરામેડીકલ સ્ટાફ દ્વારા તબીબી સેવાનો લાભ આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here