સરકારે કોવિડ-19 સામે લડવા માટે 15,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી

0
1132

દેશમાં કોરા સંકટ વચ્ચે સરકારે કોવિડ-19 સામે લડવા માટે 15,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આ ઈમરજન્સી પેકેજથી અનેક રાજ્યોને આર્થિક મદદ મળશે. આ પેકેજનો ઉપયોગ કોવિડ-19 ઈમરજન્સી રિસ્પોન્સમાં થશે.શરૂઆતમાં 7774 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે. જે બાદ બાકી રહેલી 7226 કરોડની રકમ 2024 સુધી સમયાંતરે ખર્ચ કરવામાં આવશે. આ પહેલા કેન્દ્ર સરકાર કોવિડ-19ની સારવાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ખર્ચા માટે 4113 કરોડ રૂપિયા આપી ચુકી છે.

ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કોરોના વાયરસથી 473 લોકો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. જ્યારે કુલ 5374 મામલાની પુષ્ટિ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 549 નવા મામલા સામે આવ્યા છે. ભારતમાં કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે ઓડિશાએ લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. રાજ્યમાં તમામ શૈક્ષણિક સંસ્થા 17 જૂન સુધી બંધ રહેશે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું, હું ભારત સરકારને 30 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની વિનંતી કરીશ. આ ઉપરાંત કેન્દ્ર સરકારને 30 એપ્રિલ સુધી રેલવે અને એરલાઇન સેવા શરૂ ન કરવાની વિનંતી પણ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here