સરકાર 81.35 કરોડ ગરીબોને એક વર્ષ સુધી મફત અનાજ આપશે

0
291

સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા (NFSA) હેઠળ ૮૧.૩૫ કરોડ ગરીબોને એક વર્ષ સુધી મફત રેશન આપવાનો નિર્ણય લીધો છે. NFSA હેઠળ સરકાર અત્યારે વ્યક્તિ દીઠ દર મહિને કિલોગ્રામે 2-3ના ભાવે ૫ કિગ્રા અનાજ પૂરું પાડે છે. અંત્યોદય અન્ન યોજના હેઠળ આવતા પરિવારોને દર મહિને ૩૫ કિગ્રા અનાજ મળે છે. NFSAને ખાદ્ય ધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. કાયદા હેઠળ ગરીબોને કિલો દીઠ ~૩ના ભાવે ચોખા અને ~બેના ભાવે ઘઉં આપવામાં આવે છે.

કેન્દ્રીય ખાદ્ય મંત્રી પિયુષ ગોયલે કેબિનેટના નિર્ણયની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર NFSA હેઠળ મફત ખાદ્યાન્ન પૂરું પાડવાનો સંપૂર્ણ બોજ વેઠશે અને તેનો વાર્ષિક ખર્ચ ~૨ લાખ કરોડ થશે. સરકારે ૩૧ ડિસેમ્બરના રોજ પૂરી થઈ રહેલી ફ્રી રેશન સ્કીમ ‘પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ને વધુ નહીં લંબાવવાનો નિર્ણય કર્યો છે. યોજના હેઠળ એનએફએસએમાં આવરી લેવાયેલા ૮૧.૩૫ કરોડ લાભાર્થીને દર મહિને વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ મફત અપાય છે. સરકારી યોજનાનો આ લાભ એનએફએસએ હેઠળ ઊંચા રાહતદરે અપાતા અનાજના માસિક વિતરણ ઉપરાંતનો છે. સરકારી અધિકારીઓએ કેબિનેટના તાજેતરના નિર્ણયને દેશના ગરીબો માટે ‘ન્યૂ યર ગિફ્ટ’ ગણાવી હતી.