સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ….

0
200

બોલીવુડ એક્ટર સલમાન ખાનને ઘણી વખત જાનથી મારવાની ધમકી મળી ચૂકી છે. જેના કારણે સલમાન ખાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સલમાન ખાન પણ પર્સનલ બોડી ગાર્ડ હંમેશા સાથે રાખે છે અને તેની સાથે મુંબઈ પોલીસના કર્મચારી પણ હોય છે. પરંતુ આજે સલમાન ખાન સંબંધિત એક મોટી ઘટના બની છે. મુંબઈમાં સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર રવિવારે સવારે પાંચ વાગ્યે બે અજાણ્યા શખ્સોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાઈક પર આવેલા આ લોકો ફાયરિંગ કરીને ફરાર થઈ ચૂક્યા છે. ફાયરિંગના અવાજથી અફરા તફરી મચી ગઈ હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.