સાતમાં પગારપંચ મુજબ સરકારી આવાસની કક્ષા નક્કી કરવામાં આવી

0
2781

માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ – અધિકારીઓને ફાળવવામાં આવતાં આવાસોના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ પાંચમા પગારપંચ અને ત્યારબાદના ઇજાફાઓની ગણતરી પ્રમાણે કર્મચારીઓને આવાસ ફાળવવામાં આવતાં હતા તેમાં સુધારો કરીને હવે સાતમા પગારપંચના આધારે સરકારી આવાસોની ફાળવણી કરવામાં આવશે. સાતમા પગારપંચના મુળ પગાર આધારિત ગાંધીનગરમાં કર્મચારીઓને વિવિધ કક્ષાના મકાનો હવે ફાળવાશે.

રાજ્યના પાટનગર તરીકે ગાંધીનગર શહેરની રચના કરવામાં આવી તે વખતે સરકાર દ્વારા જ આવાસો બનાવવામાં આવ્યા હતા. સરકારી કર્મચારી – અધિકારીના પગારના ધોરણો પ્રમાણે વિવિધ કેટેગરીના સુવિધાસભર આવાસો બનાવીને તેની ફાળવણી કરવામાં આવતી હતી.

અગાઉ પાંચમા પગારપંચના ધોરણો પ્રમાણે મકાનની ફાળવણી કરાતી હતી. ત્યારબાદ કર્મચારીના ઉચ્ચત્તર પગાર અને ઇજાફાની રકમ અને તેની સંખ્યા પણ કર્મચારીના બેઝિકમાં ઉમેરી આવાસની ફાળવણી માર્ગ અને મકાન  વિભાગ દ્વારા કરવામાં આવતી હતી. ત્યારબાદ મકાન ફાળવણીના આધારમાં ફેરફાર કરીને સાતમા પગારપંચ પ્રમાણે ગાંધીનગરમાં મકાન ફાળવવા માટે માર્ગ અને મકાન વિભાગે ઠરાવ કર્યો છે.

જેમાં સાતમા પગારપંચના બેઝિક પ્રમાણે વર્ગ -૪ થી લઇને વર્ગ -૧ના અને ઉચ્ચઅધિકારીઓને ફાળવવામાં આવતાં સરકારી આવાસની કક્ષા નક્કી કરવામાં આવી છે. આ ઠરાવ પ્રમાણે કર્મચારી – અધિકારીઓના મૂળ પગારને જ ધ્યાનમાં લેવામાં આવશે. કોઇ પણ પ્રકારના ખાસ પગાર કે ભથ્થાનો સમાવેશ કરવામાં આવશે નહીં. જ્યારે ક કક્ષાના મકાન માટે ૧,૮૨,૨૦૦ મુળ પગાર ધરાવતા અધિકારીઓને અગ્રતા તથા ૨,૨૫,૦૦૦ મુળ પગાર ધરાવતા અધિકારીઓને ઉચ્ચ અગ્રતા આપવાનો ઠરાવ કરાયો છે. મંત્રીઓને પગારને ધ્યાનમાં લીધા સિવાય બંગલાની ફાળવણી કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here