બોલિવૂડ સિંગર કનિકા કપૂર (Singer Kanika Kapoor)નો કોરોના (Corona) પોઝિટિવ મળ્યા પછી રાજધાની લખનઉ (Lucknow)માં હડકંપ મચી ગયો છે. કહેવામાં આવે છે કે લંડનથી આવ્યા પછી કનિકા કપૂર પૂર્વ સાંસદ અકબર અહમદ ડંપીના ડાલીબાગ સ્થિત આવાસ પર એક હાઇ પ્રોફાઇલ પાર્ટીમાં સામેલ થઈ હતી. આ પાર્ટીમાં 100થી વધારે સેલિબ્રિટી સામેલ થયા હતા. જેમાં ઘણા મોટા રાજનેતા, અધિકારીઓ અને જજ સામેલ હતા.
બતાવવામાં આવે છે કે આ પાર્ટીમાં રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે સાથે તેમના પુત્ર અને સાંસદ દુષ્યંત સિંહ, કોંગ્રેસના નેતા જિતિન પ્રસાદ, યૂપી સરકારના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહ પત્ની અને પરિવાર સાથે ઘણા લોકો સામેલ થયા હતા.કનિકાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી વસુંધરા રાજેએ પોતાને આઇસોલેટ કરી દીધા છે. દુષ્યંત સિંહે પોતાના ટેસ્ટ કરાવ્યો છે જે હાલ નેગેટિવ આવ્યો છે. આ સાથે જિતિન પ્રસાદ પણ આઇસોલેશનમાં ચાલ્યા ગયા છે. પાર્ટીમાં સામેલ બધા લોકોએ આઈસોલેશનમાં રાખવાની વાત સામે આવી રહી છે.
#kanikakapoor