સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત બંગલોમાં ફેરા ફરશે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ

0
350

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને અંગત મિત્રોને જ આમંત્રણ આપવામાં આવશે. તેમના લગ્ન એકદમ ખાનગી હશે. ક્રિકેટ અને બોલિવુડની દુનિયાના કેટલાક જાણીતા સેલેબ્સ અને શેટ્ટી પરિવારના બિઝનેસ ફ્રેન્ડ્સ ફંક્શનમાં હાજરી આપશે તેવી શક્યતા છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના પરિવારે મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શનનું પણ પ્લાનિંગ કર્યું છે. જેમાં એન્ટરટેન્મેન્ટ, સ્પોર્ટ્સ, બિઝનસ તેમજ રાજકારણના કેટલાક લોકો હાજર રહેશે. રિસેપ્શન લગ્ન બાદ તરત જ નહીં પરંતુ એપ્રિલમાં થવાનું છે.આથિયા અને કેએલ રાહુલ પણ તેમના જીવનના આ ખાસ દિવસ માટે ખાસ તૈયારી કરી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે, આથિયા આમ તો નિયમિત જિમ જાય છે, પરંતુ પોતાને પર્ફેક્ટ શેપમાં રાખવા માટે ડાયટિંગનું ચુસ્ત પાલન કરવા લાગી છે. સ્પેશિયલ ડે પર પર્ફેક્ટ દેખાવા માટે તેણે અનુષ્કા શર્મા, દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફ પાસેથી પ્રેરણા લીધી છે. આ તમામ એક્ટ્રેસિસ પણ લગ્ન પહેલા ડાયટ પર રહી અને જંક ફૂડ ખાવાથી બચતી હતી. આથિયાએ પણ ડાયટમાં લિક્વિડ અને બાફેલા શાકભાજી લેવાનું શરૂ કર્યું છે.