સુપ્રસિદ્ધ તબલા ઉસ્તાદ અને સંગીતકાર ઝાકિર હુસૈનનું ૭૩ વર્ષની વયે અવસાન

0
108

આજે વહેલી સવારે સુપ્રસિદ્ધ તબલા ઉસ્તાદ અને સંગીતકાર ઝાકિર હુસૈનનું ૭૩ વર્ષની વયે અવસાન (Zakir Hussaine Death) થયું છે. તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈનને અમેરિકા (United States Of America)માં સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં જ તેમનું અવસાન થયું છે. આજે સવારે, સુપ્રસિદ્ધ કલાકારના પરિવારે તેમના નિધનના સમાચારની પુષ્ટિ કરી હતી. પરંતુ ગઈકાલે રાત્રે, ઝાકિર હુસૈનના મૃત્યુની અફવાઓ ઉડી હતી. ત્યારે રણવીર સિંહ,કરીના કપૂર , રિતેશ દેશમુખ અને અન્ય લોકો સહિતની ઉચ્ચ-પ્રોફાઇલ હસ્તીઓએ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.