જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી અનુચ્છેદ 370 ખતમ કરવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓની આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરી છે. કોર્ટે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના નેતા સીતારામ યેચુરીને શ્રીનગર જવાની મંજૂરી આપી દીધી છે. સીતારામ યેચુરીએ તેમની પાર્ટીના ધારાસભ્ય મોહમ્મદ તારિગામી સાથે મુલાકાત કરવાની મંજૂરી માગી હતી. આ અંગે ચીફ જસ્ટિસે કહ્યું કે, અમે તમને તમારા મિત્ર સાથે મુલાકાત કરવાની જ મંજૂરી આપીશું, આ દરમિયાન તમે અન્ય કોઈ કામ નહીં કરી શકો.ચીફ જસ્ટિસે કહ્યું કે, સરકાર તેમણે શા માટે રોકી રહી છે? તેઓ દેશના નાગરિક છે અને તેમના મિત્રને મળવા માગે છે તો તેમા ખોટું શું છે.