સુરત છોડી 15,000 રત્નકલાકારો સૌરાષ્ટ્ર પરત ફર્યા

0
1505

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે સુરતમાં 15 હજારથી વધુ લોકો સૌરાષ્ટ્ર પરત ફર્યા છે.

ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયન (GDWU)એ દાવો કર્યો છે કે સૌરાષ્ટ્રના 15,000થી વધુ રત્નકલાકારોએ સુરત છોડી દીધું છે.

દિવાળીના વૅકેશનને હજુ વાર છે તે પહેલાં જ રત્નકલાકારોએ શહેર છોડવાનું શરૂ કરી દીધું છે.

ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયનનો દાવો છે કે શહેર છોડીને જનારા લોકોમાં કેટલાક બેરોજગારો તો કેટલાકના પગારમાં ઘટાડો કરી દેવાયો છે.

GDWUના અધ્યક્ષ રણમલ જિલારિયાએ જણાવ્યું, “ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું છે કે દિવાળી પહેલાં આ ઉદ્યોગમાંથી આટલી મોટી સંખ્યામાં કારીગરોએ શહેર છોડી દીધું હોય.”

“આ બાબત હીરાઉદ્યોગની વાસ્તવિક સ્થિતિને દર્શાવે છે. આ ઉદ્યોગ છેલ્લા દોઢ વર્ષથી ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે.”

GDWUના ઉપાધ્યક્ષ ભાવેશ ટાંકે કહ્યું કે દરરોજ 200થી વધુ હીરાના કારીગરો સૌરાષ્ટ્ર પરત ફરી રહ્યા છે. અમને એ ભય સતાવી રહ્યો છે કે હીરાઉદ્યોગની મંદીને જોતાં પરત ગયેલા લોકોમાંથી 20 ટકાથી વધુ કારીગરો પાછા નહીં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here