સુષ્મિતા સેનને આવ્યો હાર્ટ અટેક, કોઈને ખબર પણ ન પડી….

0
375

સુષ્મિતા સેન (Sushmita Sen) પોતાના ફેન્સને ચોંકાવનારા સમાચાર આપ્યા છે. કેટલાક દિવસ પહેલા તેને હાર્ટ અટેક આવ્યો હતો. આ માહિતી આજે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી. સુષ્મિતાએ લખ્યું છે કે તેમની એન્જિયોપ્લાસ્ટી થઈ ચૂકી છે. તેણે પોતાના ચાહકોને હેલ્થ અપડેટ આપી છે. સુષ્મિતાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે તે એકદમ સ્વસ્થ છે અને જીવન જીવવા માટે ફરીથી તૈયાર છે. તેમની પોસ્ટ જોઈને લોકો શૉક્ડ છે અને તેની લાંબી ઉંમરની પ્રાર્થના કરી રહ્યા છે.ણે પોસ્ટમાં લખ્યું છે, પોતાનું મન ખુશ અને હિંમતભેર રાખો અને આ તમારો સાથ ત્યારે આપશે જ્યારે તમને આની સાથની સૌથી વધારે જરૂર હશે શોના, આ જ્ઞાનની વાતો મારા પિતાએ કહ્યું હતું. મને થોડાંક દિવસ પહેલા હાર્ટ અટેક આવ્યો હતો. એન્જિયોપ્લાસ્ટી થઈ ગઈ છે.. સ્ટેંટ લાગી ગયું છે અને સૌથી ખાસ વાત મારા કાર્ડિયોલૉજિસ્ટે જણાવ્યું છે કે મારું હ્રદય મોટું છે.અનેક લોકોએ માન્યો આભાર જેમણે સમયસર મદદ કરી અને યોગ્ય પગલાં લીધા, આ હું બીજી પોસ્ટમાં જણાવીશ. આ પોસ્ટ માત્ર મારા વેલવિશર્સ અને ફેન્સને આ શુભ સમાચાર આપવા માટે છે કે બધું બરાબર છે અને હું જીવન જીવવા માટે ફરીથી તૈયાર છું.