સુહાના, ખુશી અને અગસ્ત્યની ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું પોસ્ટર રિલીઝ

0
262

દિગ્દર્શક ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ દ્વારા શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન, શ્રીદેવીની પુત્રી અને જ્હાનવી કપૂરની બહેન ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યા છે. ‘ધ આર્ચીઝ’ ફિલ્મની કહાની કોમિક બુક કેરેક્ટર આર્ચી એન્ડ્રુઝ અને તેનાં મિત્રો પર આધારિત છે. આ ફિલ્મ નેટફ્લિકસ પર રિલીઝ થવાની છે. આર્ચીઝનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલે સોમવારે ટ્વિટ સાથે એક અપડેટ પોસ્ટ કરી છે, જેમાં આર્ચીઝનું પોસ્ટર રિલીઝ કરીને ફિલ્મ પઠાણના સંવાદનો રેફરન્સ હતો. કેપ્શનમાં લખ્યું હતું, “કુર્સી કી, ઔર હમારી પેટી બાંધ રહે હૈ રિવરડેલ જાને કે લિયે. કુછ પોપ ટેટ્સ શેક ઔર બર્ગર લેં ઔર #TheArchies gang સે મિલને કે લિયે તૈયાર હો જાયેં.” આ પોસ્ટ સાથે સુહાના ખાને પણ આર્ચીઝનું પોસ્ટર શેર કર્યું છે, જેમાં તમામ સ્ટાર્સ નવા અવતારમાં નજરે પડે છે. સુહાનાએ તેનાં કેપ્શનમાં લખ્યું છે, “મીટ ધ આર્ચીઝ, કમિંસ સુન ઓન નેટફ્લિક્સ.”‘આર્ચીઝ’ની સ્ટોરી અંગે દિગ્દર્શક ઝોયા અખ્તરે જણાવ્યું હતું કે, “ફિલ્મની પૃષ્ઠભૂમિ ભારતમાં એંગલો-ઇન્ડિયન કમ્યુનિટી છે અને અમે તમને રિવરડેલ નામનાં કાલ્પનિક ટાઉનમાં લઈ જવા માટે આતુર છીએ. સ્ટોરી સાત કેરેક્ટરનાં એક બીજા સાથેનાં સંબંધોની આસપાસ વણાયેલી છે. અમે કોમિકની મૂળ ભાવના જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે પણ રિવરડેલ ટેલિવિઝન સિરીઝ આવી ચૂકી હોવાથી અમે આ પાત્રો પરથી ફિલ્મ બનાવતી વખતે ઘણં દબાણ અનુભવ્યું હતું.” 1980નાં દાયકામાં આર્ચીઝ કોમિક્સ અત્યંત લોકપ્રિય બની હતી. બોલિવૂડનાં જાણીતા પરિવારની નવી પેઢીઓને કાસ્ટ કરતી આ ફિલ્મ નવેમ્બર કે ડિસેમ્બરમાં રિલીઝ થવાની સંભાવના છે. અગસ્ત્ય નંદા આ ફિલ્મ રિલીઝ થયા બાદ યુધ્ધમાં શહીદ થયેલા અને પરમવીર ચક્ર વિજેતા  અરૂણ ખેતરપાલ પર આધારિત ફિલ્મ ‘ઇક્કિસ’નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મનું દિગ્દર્શક શ્રીરામ રાઘવન કરી રહ્યા છે.