સેકટરોમાં દવા અને કિરાણાની દુકાનો પોલીસે ખોલાવી : દુકાન ખુલ્લી રાખવા અનુરોધ કર્યો

0
1327

ગાંધીનગર શહેર સહિત સમગ્ર રાજયમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં જીવન જરૂરિયાતનો સામાન વેચતી દુકાનોને આજે નગરજનોને તકલીફ ન પડે તે માટે જિલ્લા પોલીસ તંત્રએ ટેલિફોનિક અને રૂબરૂ સંપર્ક કરીને ખુલી કરાવી છે, તેવું ગાંધીનગર જિલ્લા પોલીસના ડી.વાય.એસ.પી. શ્રી રાણાએ જણાવ્યું છે. ડી.વાય.એસ.પી. ણાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કારણે સમગ્ર ગાંધીનગર શહેર સહિત જિલ્લો લોકડાઉન કરવામાં આવ્યો છે. પરંતુ ગાંધીનગર શહેરના અનેક સેકટરોમાં આવેલી માઇક્રો શોપીંગ અને અન્ય શોપીંગ સેન્ટરમાં કિરાણા, દૂધ અને દવાનો વહેપાર કરતાં દુકાન ચાલકોએ પોતાની દુકાન બંધ રાખી હતી. આ અંગેની જાણ અમને થતાં અમોએ વ્યક્તિગત તેમની ટેલિફોનિક અને રૂબરૂ મુલાકાત મે પોતે તથા અમારા પોલીસ તંત્રના અધિકારીઓ અને કર્મયોગીઓ પાસે કરાવી હતી. તેમને લોક ડાઉન જાહેરનામાની વિશે સમજ આપી હતી.
આ દરમ્યાન એવું માલૂમ પડયું હતુ કે, મોટા ભાગના દુકાન ચાલક લોક ડાઉનના જાહેરનામા વિશેની સમજનો અભાવ હતો. તે દૂર કરીને કિરાણા, દૂધ અને દવા જેવી જરૂરિયાત ચીજ વસ્તુઓનો વેપાર કરતાં વેપારીઓને દુકાન કેમ ખુલ્લી રાખવી તેની જાણકારી આપી હતી. તેમજ માલ ખરીદવામાં ભીડ થાય તો લોકોને એક ફૂટથી વધુ અંતરના રાખી લાઇનમાં ચીજ વસ્તુઓ આપવા માટે પણ સમજ આપી હતી. માસ્ક પહેરી વેપાર કરવા પણ જણાવ્યું હતું. અમુક વેપારીઓને માલ લેવા જઇ તો પોલીસ પકડી લેશે, તેવો ભય હતો, તેમને આમ પોલીસ નહિ કરે તેવું જણાવ્યું હતું.
જાહેરનામા મુજબ દૂધ, કિરાણા અને દવાની દુકાનનો માલિક માલ કે દુકાન ખુલ્લી હોય ત્યારે કોઇ તકલીફ પડે તો તેમના મોબાઇલ નંબર – ૯૮૨૫૪ ૫૪૧૫૬ પર સંપર્ક કરવા જણાવ્યું હતું. આવા સમય યોગ્ય ખાત્રી કરીને વેપારીને અડચણ ન પડે તેવી કાર્યવાહી કરવામાં આવશે.
તે ઉપરાંત ગાંધીનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા માઇકમાં ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દૂધ, કિરાણા અને દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં અને નિયમિત રીતે મળી રેહશે. તેવી સતત માહિતી આપવા પોલીસ વાનમાં ફરીને માઇકમાં શેરી એ શેરીએ, સોસાયટી સોસાયટીએ અને સેકટર સેકટરે ફરી જાહેરાત કરી હતી. લોકોને પોતાના ધરમાં રહેવા અને બિન જરૂરી ખાધ ચીજ વસ્તુઓનો સ્ટોક ન કરવા પણ અનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here