સેક્ટરોના રિંગ રોડ પર સેન્ટ્રલ વર્જ વિકસાવવાની યોજના અધૂરી મુકાઇ….

0
77

શહેરના સેક્ટરોને મુખ્ય માર્ગો સાથે જોડતા રીંગરોડના એપ્રોચ ફોરલેન બનાવવાનો પ્રોજેક્ટ આખરે અધૂરો મૂકી દેવામાં આવ્યો છે. સેક્ટરમાં પ્રવેશવાના એપ્રોચ રોડ પર સેન્ટ્રલ વર્જને વિકસાવવાની 30 કરોડની આ યોજના હવે આગળ વધારવામાં આવશે નહીં. સેક્ટરોના રીંગરોડ જે ચારે તરફ મુખ્ય માર્ગોને જોડે છે તે એપ્રોચ રોડ પહોળા કરીને ફોરલેન બનાવવા ઉપરાંત સેન્ટ્રલ વર્જ પર ફૂલ છોડ રોપી તેને વિકસાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ હેઠળ કુલ 70 એપ્રોચ રોડ ફોરલેન બનાવવામાં આવનાર હતા. જેમાં રોડની બંને તરફ ફૂટપાથ, વચ્ચે સેન્ટ્રલ વર્જ, પુરતું અજવાળું મળી રહે તે માટે સ્ટ્રીટ લાઇટ પણ રોડની બાજુમાંથી ખસેડીને ડિવાઇડર પર મૂકવાનું આયોજન હતું. સાથે રોડનું બ્યુટીફિકેશન વધારવા માટે સેન્ટ્રલ વર્જમાં પ્લાન્ટેશન પણ થવાનું હતું.