સેક્ટર 3 સીના પરિવારના 5 સભ્યોને ફેસીલીટી ક્વોરન્ટીન કરાયા

0
724

ગાંધીનગરમાં કોરોનાનો 13મો પોઝિટીવ કેસ રવિવારે જાહેર થયો છે. સેક્ટર 3 સીમાં રહેતા 52 વર્ષિય મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદના કલાપીનગરમાં રહેતા સ્વજનના ઘરે પખવાડિયા પહેલા મરણનો પ્રસંગ બનતા મહિલા ત્યાં ગયા હતાં અને 15 દિવસ માટે ત્યાં રોકાયા હતાં. દરમિયાન હરકતમાં આવેલા મહાપાલિકા તંત્ર દ્વારા મહિલાના પતિ સહિત 5 વ્યક્તિઓને ફેસીલીટી સેન્ટરમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતાં. જ્યારે કુલ મળીને 19 વ્યક્તિઓના સેમ્પલ મેળવીને તપાસ માટે સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યાં હતાં. સાથે જ આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
મહાપાલિકાના મેડિકલ ઓફિસર ડૉ. કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું કે જેમનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે, તેઓ અમદાવાદના મેઘાણીનગર પાસે કલાપીનગરમાં મરણના પ્રસંગે સ્વજનને ત્યાં એક પખવાડિયુ રોકાયા હતા. દરમિયાન શનિવારે તેમને તાવ આવતાં દિકરાને ફોન કરીને ઘરે ગાંધીનગર લઇ જવા કહ્યું હતું. તેમને કોરોનાના વાયરસ જેવા લક્ષણ દેખાતા હોવાથી સાંજના સમયે સિવિલ હોસ્પિટલમાં લઇ જઇને ગળા અને નાકમાંથી સ્વોબના સેમ્પલ લઇને તપાસમાં મોકલાયા હતાં. રવિવારે તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. મહિલાના પતિ, પુત્ર, પુત્રવધુ અને તેના બે બાળકોને સેક્ટર 17માં સ્ટાફ ટ્રેનીંગ કોલજ પરના ફેસીલીટી સેન્ટર પર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતાં. મહાપાલિકા દ્વારા આ પહેલા સેક્ટર 29 અને સેક્ટર 23ને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here