સે-3નું જર્જરિત દવાખાનું બન્યું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર…

0
68

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તબક્કાવાર આરોગ્ય સુવિધાઓ સુદ્રઢ કરવામાં આવી રહી છે. શહેરમાં વિવિધ સ્થળોએ અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત છે ત્યારે હવે સેક્ટર-3માં જર્જરિત સરકારી દવાખાનાને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ફેરવવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન શુક્રવારે કરવામાં આવશે.

ગાંધીનગરમાં અત્યારસુધી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને પરવડે એવી સારવાર માટે એકમાત્ર સિવિલ હોસ્પિટલ પર આધાર રાખવો પડતો હતો. પરંતુ હવે મહાનગરપાલિકા દ્વારા સામાન્ય સારવાર ઉપરાંત સુપર સ્પેશિયાલિટી સારવાર, વિવિધ ટેસ્ટ અને સોનોગ્રાફી સહિતની સુવિધાઓ અર્બન હેલ્થ સેન્ટરમાં શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટરનો વ્યાપ પણ વધારવામાં આવી રહ્યો છે. શહેરના સેક્ટર-3માં જે તે વખતે સરકારી દવાખાનાનું મકાન બનાવવામાં આવ્યું હતું પરંતુ તેમાં દવાખાનું કાર્યરત ન હતું. જેથી આ મકાન કોઇપણ ઉપયોગ વિના પડતર પડી રહીને જર્જરીત બની ગયું હતું.

બીજીતરફ સેક્ટર-3 ઉપરાંત 3 ન્યૂ, 4, 5, 6 અને આસપાસના અન્ય વિસ્તારના રહેવાસીઓને આરોગ્ય સેવાનો લાભ આપવા માટે મહાનગરપાલિકા દ્વારા આ મકાનનો કબજો લઇને તેનું રીનોવેશન કરીને તેને અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ફેરવવામાં આવ્યું છે.