સોમવારથી તમામ શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્યનો પ્રારંભ 

0
408

રાજ્ય સરકાર દ્વારા શાળાઓને ખોલ્યા બાદ ગુરૂવારથી પ્રિ-પ્રાયમરી સ્કુલો શરૂ કરવનો આદેશ કર્યો છે. જોકે પ્રિ-પ્રાયમરીમાં ભુલકાંઓ આવતા હોવાથી તેઓના આરોગ્યની તકેદારી રાખવા માટે ખાસ કોવિડની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવાની પ્રિ-પ્રાયમરી સ્કુલના સંચાલકોને સુચના આપી છે. ત્યારે ગુરૂવારથી શરૂ થનાર પ્રિ-પ્રાયમરી સ્કુલના સંચાલકોને પુછતા જણાવ્યું છે કે મોટાભાગના પ્રિ-પ્રાયમરી સ્કુલોને તારીખ 21મી, સોમવારના રોજ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યુ્ં છે.

પ્રિ-પ્રાયમરી સ્કુલ ચલાવતા અમુક સંચાલકોએ પોતાનું નામ નહી લખવાની શરતે જણાવ્યું છે કે હજુ એક વર્ષ સુધી પ્રિ-પ્રાયમરી સ્કુલ શરૂ કરવાની ઇચ્છા નથી. કેમ કે હજુ કોરોના નાબુદ થયો નહી હોવાથી એક વર્ષ પછી કેવી સ્થિતિ છે તેના આધારે પ્રિ-પ્રાયમરી સ્કુલ ખોલવી કે નહી તે નક્કી કરીશું.કોરોનાને ધ્યાનમાં રાખીને અમુક પ્રિ-પ્રાયમરીના સંચાલકો પોતાના કેમ્પસમાં જ ખાસ પ્રકારના શેડ ઉભા કરવામાં આવ્યા છે. તેમાં જ ભુલકાંઓને બેસાડીને શિક્ષણ આપવામાં આવશે. કેમ કે ભુલકાંઓ હોવાથી રૂમમાં શિક્ષણ આપવું યોગ્ય નથી તેમ પ્રિ-પ્રાયમરી સ્કુલના સંચાલકોએ જણાવ્યું છે.તેથી હવે સોમવારથી પાટનગરમાં ભૂલકાઓની ચહલપહલ દેખાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here