સૌથી વધુ બિઝનેસ કરનારી ભારતની પહેલી ફિલ્મ બની ‘પઠાન’

0
302

શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમની ‘પઠાન’ પચીસ જાન્યુઆરીએ રિલીઝ થઈ છે અને તેણે કલેક્શનની દૃષ્ટિએ એસ. એસ. રાજામૌલીની ‘બાહુબલી 2’ને ટક્કર આપી દીધી છે. એ ફિલ્મે ૫૧૦.૯૯ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ‘પઠાન’ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે. ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે અને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. ત્રણેય ભાષાનું કલેક્શન મેળવીને ‘પઠાન’એ કુલ મળીને ૫૧૧.૪૨ કરોડનો બિઝનેસ કરી લીધો છે. એથી એમ કહી શકાય કે ‘પઠાન’ નવા-નવા રેકૉર્ડ બનાવવા તરફ આગળ વધી રહી છે.