‘સ્પાઇડર મૅન-નો વે હોમ’એ ભારતમાં ૨૦૨.૩૪ કરોડનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મ ૧૬ ડિસેમ્બરે રિલીઝ થઈ છે. ભારતમાં સ્પાઇડર મૅનનો જાદુ લોકો પર સવાર છે. કલેક્શનના મામલામાં આ ફિલ્મે એક નવો રેકૉર્ડ બનાવી લીધો છે. રિલીઝનાં ૩ અઠવાડિયાંમાં આ ફિલ્મે ૨૦૦ કરોડથી વધુ કલેક્શન કરી લીધું છે. ફિલ્મમાં ટૉમ હોલૅન્ડ અને ઝેન્ડ્યા લીડ રોલમાં છે. જૉન વૉટ્સે ફિલ્મને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર પોતાનું વર્ચસ્વ જમાવી રહી છે. હૉલીવુડની આ ફિલ્મે રિલીઝના ૧૮ દિવસમાં જ ભારતમાં પોતાનો દબદબો દેખાડ્યો છે. ફિલ્મને હજી ચીન અને જપાનમાં રિલીઝ કરવાની બાકી છે. ભારતમાં એના પહેલા વીકમાં ૧૪૮.૦૭ કરોડનો બિઝનેસ થયો હતો. બીજા વીકમાં ફિલ્મે ૪૧.૬૦ કરોડનું કલેક્શન મેળવી લીધું હતું અને ત્રીજા અઠવાડિયામાં ફિલ્મે ૧૨.૬૭ કરોડનો બિઝનેસ કરી લીધો છે. આ રીતે કુલ મળીને ‘સ્પાઇડર મૅન-નો વે હોમ’એ ભારતમાં ૨૦૨.૩૪ કરોડનો બિઝનેસ કરી લીધો છે.