સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગતપાટનગર યોજના વિભાગ દ્વારા ચાલી રહેલ નવી ગટરલાઇનની કામગીરીમાં ૫૦૦૦ વૃક્ષો નહી કપાય

0
180

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર શહેરી વિસ્તારમાં પાટનગર યોજના વિભાગ દ્વારા ચાલી રહેલ નવી ગટરલાઇનની કામગીરીમાં ૫૦૦૦ વૃક્ષો નહી કપાય, ડિઝાઇનમાં ફેરફાર કરાશે.

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા પ્રેરિત ‘હરિયાળી લોકસભા’, ગાંધીનગર લોકસભા‘ ને સાર્થક કરવા કટિબદ્ધ છીએ.

ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા બનાવવાના અભિગમને સાર્થક કરવા માટે સહયોગ કરવા બદલ સહકારી આગેવાનો, સરપંચશ્રીઓ, સ્થાનિક આગેવાનો, પ્રકૃતિપ્રેમી નાગરીકો તેમજ વહીવટીતંત્ર નો આભાર.

ચોમાસાની ઋતુમાં ગાંધીનગર ની જનતા, સંસ્થાઓ,વહીવટી તંત્રને વ્યાપક પ્રમાણ માં વૃક્ષારોપણ કરવા અપીલ કરતા ધારાસભ્ય રીટાબેન પટેલ

ગાંધીનગર ઉત્તર વિધાનસભા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું છે કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ ‘હરિયાળી લોકસભા, ગાંધીનગર લોકસભા‘ ને યથાર્થ બનાવવા હંમેશાથી સંવેદનશીલ અને સક્રિય રહ્યા છે. શ્રી અમિતભાઈ શાહ સ્વયં પણ અનેક વૃક્ષારોપણના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા છે અને વૃક્ષારોપણ અભિયાનની સાથે સાથે નિયમિત રીતે વૃક્ષોનું જતન થાય, યોગ્ય ઉછેર થાય તે સુનિશ્ચિત કરવા અંગે પણ તેઓ તેમના સંબોધનમાં વારંવાર ભાર આપતા રહ્યા છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રને દેશનું સૌથી વધુ હરિયાળું ક્ષેત્ર બનાવવાના તેઓના સ્વપ્નને સાકાર કરવા સૌ ચુંટાયેલા જનપ્રતિનિધિઓ, આગેવાનો તેમજ હરિયાળા પાટનગરના પ્રકૃતિપ્રેમી નાગરિકો કટિબદ્ધ છે.

સ્માર્ટસિટી પ્રોજેક્ટ હેઠળ ગાંધીનગર શહેર વિસ્તારમાં નવીન ગટરલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરના મુખ્યમાર્ગો પર ગટરલાઇનની કામગીરી અંગે પાટનગર યોજના વિભાગ દ્વારા નિમાયેલી એજન્સી દ્વારા તૈયાર કરાયેલી ડિઝાઇનમાં ૫૦૦૦ જેટલા વૃક્ષ કાપવા પડે તેવી સ્થિતિ હતી ત્યારે ધારાસભ્ય રીટાબેન પટેલે ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગ ના અધિકારીઓ સાથે બેઠક કરી, તેમજ સબંધિત વિભાગ સાથે પરામર્શ કરી ડિઝાઇનમાં ફેરફાર કરી એક પણ વૃક્ષ કપાયા વગર ગટરલાઇનની કામગીરી થાય તે માટે કવાયત કરી હતી જેમાં સફળતા મળી છે. જૂની ડિઝાઇન મુજબ જે ૫ હજાર વૃક્ષ કપાવવાની સ્થિતિમાં હતા હવે તેમાંથી એક પણ વૃક્ષ કપાશે નહી.

શ્રીમતી રીટાબેન પટેલે જણાવ્યું છે કે, ગાંધીનગર હંમેશાથી તેની હરિયાળી માટે જાણીતું છે, ગાંધીનગરમાં ખુબ મોટી માત્રામાં પ્રકૃતિપ્રેમીઓ વસે છે ત્યારે વર્ષોના જતન બાદ ઉછરેલા ૫૦૦૦ વૃક્ષોને બચાવવાના કાર્યમાં સફળતા મળતાં આનંદની ની લાગણી અનુભવી છે.ગાધીનગર લોકસભાને હરિયાળી બનાવવા ના પ્રયાસ માં સહયોગ કરવા બદલ આગેવાનો, સરપંચો, સહકારી અગ્રણીઓ, જાગૃત અને સક્રિય પ્રકૃતિપ્રેમી નાગરિકોનો આભાર વ્યક્ત કરું છું. તેમજ તેઓએ જણાવ્યું છે કે, ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા પ્રેરિત ‘હરિયાળી લોકસભા, ગાંધીનગર લોકસભા‘ અભિયાનને સાર્થક કરવા અમે કટિબદ્ધ છીએ. ધારાસભ્ય રીટાબેન પટેલે ચોમાસાની ઋતુમાં નાગરિકોને વૃક્ષના યોગ્ય જતનની પ્રતિજ્ઞા સાથે સોસાયટી,વસાહતોમાં નાગરિકોને વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી.