”સ્વચ્છતા હી સેવા” પખવાડિયા અંતર્ગત રૂપાલના વરદાયિની માતાના મંદિરે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

0
177

મહાત્મા ગાંધી જયંતિને સ્વચ્છતા થકી જનઆંદોલનની ઉજવણી કરવા માટે “સ્વચ્છ ભારત દિવસ (SBD)” તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છ ભારત દિવસ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને શહેરી એમ સંયુકત રીતે ૧૫મી સપ્ટેમ્બર થી ૧૫મી ઓકટોબર ૨૦૧૩ સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” પખવાડિયાનું આયોજન કરવામાં આવી રહયુ છે.

ગાંધીનગરના રૂપાલમાં આવેલા ઐતિહાસિક ધાર્મિક સ્થળ વરદાયિની માતાના મંદિર ખાતે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલની ઉપસ્થિતિમાં “સ્વચ્છતા હી સેવા (SHS)” પખવાડિયા અંતર્ગત સફાઇ જન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અધિકારી ગણ સહિત સૌ લોકોએ સ્વચ્છતાના શપથ લીધા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ગામના સખીમંડળની બહેનોને સાથે સફાઇ કરી ‘સ્વચ્છતા હી સેવા’ ને સાર્થક કર્યું હતું. કાર્યક્રમમાં સફાઈ કામદાર અને મંદિર પરિશ્રમના તમામ સફાઈ કામદારોની હેલ્થ ચેકઅપ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો.

સ્વચ્છતા હી સેવા-૨૦૨૩ની થીમ ગાર્બેજ ફ્રી ઇન્ડીયા છે જેમાં દેખીતી રીતે સ્વચ્છતા (Visible Cleanness) અને સફાઇ મિત્રોના કલ્યાણ પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અગાઉના વર્ષોની જેમ સ્વચ્છતા પ્રવૃત્તિઓનો હેતુ સ્વૈચ્છિકતા / શ્રમદાન છે. જેમાં રાજયનાં તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જેવા કે, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, દરિયા કિનાર પર્યટક સ્થળો, પ્રાણી સંગ્રહાલય, રાષ્ટ્રીય ઉધ્યાનો, અભ્યારણ્યો, ઐતિહાસિક સ્મારકો, હેરિટેજ સ્થળો, નદી કીનારા, ઘાટ તેમજ નાળા વગેરે જેવા જાહેર સ્થળો પર સ્વચ્છતા પ્રવૃતિઓ થકી દેખીતી રીતે સ્વચ્છતા (Visible Cleanness) થાય તે મુજબનું આયોજન કરવાનું રહેશે.

કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી. કે. પટેલ, ગાંધીનગર જિલ્લા કોઓર્ડીનેટર શ્રી મહેન્દ્રસિંહ ચાવડા, તાલુકા વિકાસ અધિકારી શ્રી, ગાંધીનગર જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.