‘સ્વદેસ’માં કામ કરી ચૂકેલી અભિનેત્રીની કારનો અકસ્માત…

0
254

ફિલ્મ સ્વદેશથી ધમાલ મચાવી ચૂકેલી અભિનેત્રી ગાયત્રી જોશી અને તેના પતિ વિકાસ ઓબેરોયની કારનો અકસ્માત થયો. બંનેની કારથી એક સીનિયર સિટિઝન કપલનું મોત થયું છે. આ અકસ્માત ઈટાલીના સાર્ડિનિયા શહેરમાં થયો. ગાયત્રીએ ફ્રી પ્રેસ જર્નલ પોર્ટલ સાથે વાતચીતમાં આ ખબર કન્ફર્મ કરી છે. તેણે જણાવ્યું કે તેના પતિ અને તે અકસ્માતમાં માંડ માંડ બચી ગયા અને બિલકુલ ઠીક છે. તેણે જણાવ્યું કે સાર્ડિનિયમાં મલ્ટીપલ કાર કોલિજન થયું જેમાં સ્વિસ કપલનું મોત થયું જ્યારે તેમની ફરારીએ ટક્કર બાદ આગ પકડી લીધી હતી. ગાયત્રીએ અકસ્માતની જાણકારી આપતા કહ્યું કે હું અને વિકાસ ઈટાલીમાં હતા ત્યારે અમારો અકસ્માત થયો. ભગવાનની દયાથી અમે બંને એકદમ ઠીક છીએ. એવો દાવો થઈ રહ્યો છે કે આ અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક લમ્બોર્ગિની અને ફરારી ટ્રકને ઓવરટેક કરવાના ચક્કરમાં ભટકાય છે અને ફરારી પલટી જાય છે. જેનાથી તેમાં આગ લાગે છે. આ લમ્બોર્ગિનીમાં ગાયત્રી અને તેના પતિ હતા.