3 નવેમ્બરમાં શરૂ થનારી સીરિઝ માટે ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને જગ્યા મળી છે. એમાં એક ખેલાડી છે મુંબઇના ઑલરાઉન્ડર શિવમ દુબે જેને હાર્દિક પંડ્યાને ઇજા થયા બાદ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
બાંગ્લાદેશની સામે ત્રણ મેચાની ટી 20 સીરિઝની જાહેરાત કરી દીધી છે. 3 નવેમ્બરમાં શરૂ થનારી સીરિઝ માટે ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને જગ્યા મળી છે. એમાં એક ખેલાડી છે મુંબઇના ઑલરાઉન્ડર શિવમ દુબે જેને હાર્દિક પંડ્યાને ઇજા થયા બાદ ટીમમાં જગ્યા આપવામાં આવી છે, એને વિજય શંકરના રિપ્લેસમેન્ટ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.
મુંબઇના યુવા બેટ્સમેન શિવમ દુબે તાજેતરમાં વિજય હજારે ટ્રૉફીમાં પોતાના દમદાર પ્રદર્શનથી તમામનું ધ્યાન પોતાની તરફ દોર્યું હતું. શિવમ દૂબેએ વિજય હજારે ટ્રોફીમાં મુંબઇ માટે રમતા આઠ મેચોમાં 88.50ની સરેરાશથી 177 રન બનાવ્યા છે. એમાં એમાં પાંચ ઇનિંન્ગમાં એને એક સેન્ચ્યુરી પણ મારી, સાથે જ એને નીચા ક્રમ પર બેટિંગ કરતાં 15 છગ્ગા માર્યા.
જો કે દુબેએ બોલિંગમાં કુછ ખાસ પ્રદર્શન કર્યું નથી અને ટૂર્નામેન્ટમાં માત્ર પાંચ વિકેટ જ પ્રાપ્ત કરી પરંતુ તેમ છતાં એની બેટિંગ અને નીચલા ક્રમમાં તાબડતોડ પન બનાવવાની પ્રતિભાએ પસંદગીકર્તાઓને એની પર વિચારવા મજબૂર કરી દીધા.