હિંદી સિનેમામાં પોતાના અભિનયથી ઓળખ ઊભી કરનાર એક્ટર મુકુલ દેવનું 54 વર્ષની વયે નિધન

0
188

ટીવીથી લઈને બોલીવુડની ફિલ્મોમાં કામ કરી ચુકેલા દમદાર એક્ટર મુકુલ દેવનું અવસાન થયું છે. મુકુલ દેવ એ 54 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. આ ખબરથી ઈંડસ્ટ્રી સાથે તેના ફેન્સને પણ આંચકો લાગ્યો છે. મુકુલ દેવ બોલીવુડ એક્ટર રાહુલ દેવના નાના ભાઈ છે. મુકુલ દેવના નિધનની પુષ્ટી એક્ટર વિંદૂ દારા સિંહે ટ્વીટ કરીને કરી છે. એક્ટર વિંદુ દારા સિંહે તેની પોસ્ટમાં લખ્યું છે કે, “મારા ભાઈ મુકુલ દેવને શાંતિ મળે. તારી સાથે પસાર કરેલો સમય હંમેશા યાદ રહેશે” જાણવા મળતી માહિતી અનુસાર મુકુલ દેવનું નિધન શુક્રવારે મોડી રાત્રે થયું છે. તેમના નિધનનું કારણ શું છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જો કે થોડા સમય પહેલા તબિયત ખરાબ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા.મુકુલ દેવની કેટલીક યાદગાર ફિલ્મોમાં દસ્તક. વજૂદ, સન ઓફ સરદાર, યમલા, પગલા દિવાના, આર રાજકુમારનો સમાવેશ થાય છે. આ ફિલ્મોમાં મુકુલ દેવ એ કો એક્ટર હોવા છતા દમદાર અભિનયથી લોકોના દિલ જીત્યા છે. ખાસ કરીને યમલા પગલા દિવાના ફિલ્મના તેના ડાયલોગ ખૂબ લોકપ્રિય થયા હતા.