હિના ખાને બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે કર્યા લગ્ન….

0
276

ટીવી અભિનેત્રી હિના ખાને તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે લગ્ન કર્યા છે. બન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જો કે, આ લગ્ન ગુપ્ત રીતે થયા હતા. આ સમારંભમાં ફક્ત ખૂબ જ નજીકના લોકો જ હાજરી આપી શક્યા હતા.અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે. સ્તન કેન્સર સામે ઝઝૂમી રહેલી આ અભિનેત્રીએ કોર્ટ મેરેજ કર્યા છે.જ્યારે તે આ પીડામાંથી પસાર થઈ રહી હતી, ત્યારે રોકીએ તેનો ખૂબ સાથ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક તસવીરમાં તે હિનાના પગની માલિશ કરતો જોવા મળ્યો હતો.હિના ખાને આ પ્રસંગે પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા બનાવેલી ઓપલ ગ્રીન રંગની સાડી પહેરી હતી.