ભૂમિ પેડણેકર કદી ડાયેટિશ્યનનાં સલાહ-સૂચન નથી લેતી. તે હંમેશાં ઘરે બનાવેલા ખોરાકનો જ આગ્રહ રાખે છે. પોતાના ખોરાક વિશે જણાવતાં ભૂમિએ કહ્યું હતું કે ‘લાઇવ કુકિંગ સેશનમાં જોડાવાનો મને હંમેશાં ઉત્સાહ રહે છે, કારણ કે ફૂડ મને હંમેશાં ખુશી આપે છે. હું બાળપણમાં તંદુરસ્ત બાળક હતી. મને રસોઈ બનાવવાનું ગમે છે. સાથે જ હું ઘી, બટર જેવી વસ્તુઓ પણ ડર્યા વગર ખાઉં છું. હું રિફાઇન્ડ શુગરનો ઉપયોગ નથી કરતી. હું કદી ડયેટિશ્યન કે ન્યુટ્રિશ્યનની સલાહ નથી લેતી. મેં અને મારી મમ્મીએ એક નિયમ બનાવ્યો છે કે હંમેશાં ઘરના ભોજનનો જ આગ્રહ રાખવો.’