હું મારી ધારણાઓ જાતે બનાવું છું : સૌરવ ગાંગુલી

0
1251

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ બન્યા બાદ સૌરવ ગાંગુલીની જવાબદારી વધી જાય એ વાત સ્વાભાવિક છે. એવામાં પહેલી ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ માટે ગાંગુલીની નવી ટીમ રાત-દિવસ મહેનત કરી રહી છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં પોતાની સફળતા અને કાર્યપ્રણાલી વિશે વાત કરતાં સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે હું મારી ધારણાઓ જાતે જ બાંધું છું.

વાસ્તવમાં એક કાર્યક્રમ દરમ્યાન વાત કરતાં ગાંગુલીએ કહ્યું હતું કે ‘મને મારા ધૈર્યવાન સ્વભાવને કારણે ઘણી મદદ મળી છે. આ સ્વભાવ મૅચમાં રમતી વખતે મેં કેળવ્યો હતો જે મને આજે મદદરૂપ થાય છે. મને જે પણ વસ્તુ મળે છે એમાં સંતુષ્ટ થઈ એની સાથે ઍડ્જસ્ટ થતાં મને આવડે છે. મારી જિંદગી પાસેથી હું એક વસ્તુ શીખ્યો છું અને એ છે મારી પોતાની ધારણાઓ, જે હું જાતે જ બાંધું છું. મારી આ ધારણાઓે કોઈ બીજાની ધારણાઓ વડે નથી બંધાતી.’

તાજેતરમાં બૅન્ગલોરમાં રાહુલ દ્રવિડને મળવા પહોંચેલા ગાંગુલીને ઍરપોર્ટ પર ચાહકોએ આવકાર્યો હતો જેના વિશે પણ તેણે વાત કરતાં કહ્યું હતું કે ‘એક કૅપ્ટન તરીકે મારા પણ કેટલાક આઇડિયા હોય છે જે કેટલાકને ગમે છે તો કેટલાકને નથી ગમતા. તમે જ્યારે નિર્ણય લો છો તો એ પણ કેટલાકને ગમે છે અને કેટલાકને નથી ગમતા. આ જ તો જીવન છે. તમારે જ્યારે જે કામ કરવાનું છે એ કરી જ લેવું જોઈએ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here