‘હેરા ફેરી 3’માં કાર્તિક નહીં અક્ષય કુમાર જ બનશે રાજુ, સુનીલ શેટ્ટીએ આપી મોટી હિંટ

0
308

અક્ષય કુમાર એ વાતને લઈને સતત ચર્ચામાં છે કે આગામી ફિલ્મ ‘હેરા ફેરી 3’માં તેની જગ્યાએ કાર્તિક આર્યનને લેવામાં આવ્યો છે. હવે અક્ષય કુમારના ખાસ મિત્ર અને ‘હેરા ફેરી’ ફ્રેન્ચાઈઝીની છેલ્લી બે ફિલ્મોમાં તેના કો-એક્ટર સુનીલ શેટ્ટીએ આ સમાચાર પર રિએક્શનઆપ્યું છે.

તેમના કહેવા પ્રમાણે, તેઓ પોતે પણ અચાનક થયેલા આ ઘટનાક્રમથી ચોંકી ગયા છે. જો કે તેણે અક્ષયના ફેન્સને એક આશા આપી છે. તે કહે છે કે જો બધું બરાબર રહ્યું તો અક્ષય કુમાર અને પરેશ રાવલ ‘હેરા ફેરી 3’માં ફરી સાથે આવી શકે છે. આ સાથે તેણે એમ પણ કહ્યું છે કે અક્ષય કુમારનું સ્થાન કોઈ લઈ શકે નહીં.