ગાંધીનગરના સેકટર – 11 હોટલ હવેલી સામે પાર્ક કરેલી કારનાં દરવાજાના કાચનું રબ્બર કાઢી નાખી કોઈ અજાણ્યો ઓમ 25 હજારની કિંમતનું લેપટોપ ચોરીને નાસી જતાં સેકટર – 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરનાં સેકટર – 11 કોમર્શિયલ વિસ્તાર ચારેય તરફથી સીસીટીવી કેમેરાથી ઘેરાયેલો હોવા છતાં તસ્કરોએ સિફતપૂર્વક કારનો કાચ તોડયા વિના માત્ર રબ્બર કાઢી નાખીને ચોરીને અંજામ આપવામાં આવ્યો આવ્યો હોવાની ફરિયાદ પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ગાંધીનગરના સેક્ટર – 4 ખાતે રહેતો મૂળ દાહોદનાં ફતેપુરા ગામનો વતની અતુલ મગનભાઈ ડામોર સેક્ટર-25 જીઆઈડીસીમાં નોકરી ઉપરાંત રાતના સમયે ડોમીનોઝ પીઝામાં પણ પાર્ટ ટાઈમ કામ કરે છે.
ગત તા. 30 મી ડિસેમ્બરની રાતે અતુલ અલ્ટો ગાડી લઈ સેકટર – 11 માં આવેલ ડોમિનોઝ પીઝામાં નોકરી ઉપર ગયો હતો. એ વખતે તેણે પોતાની કાર હોટલ હવેલી સામેના ભાગે પાર્ક કરી હતી. બાદમાં રાતના ત્રણેક વાગે નોકરી પૂર્ણ થતાં અતુલ પોતાની ગાડી પાસે ગયો હતો. અને જોયેલ તો પાછળના દરવાજાના કાચનું રબ્બર કાઢી નાખેલ હાલતમાં હતું.
આથી કઈ અજુગતું થયેલાનો અંદાજ આવતા તેણે ગાડીમાં જોયેલ તપાસ કરતા લેપટોપની બેગની ચેન ખુલ્લી હતી. અને તેમાંથી 25 હજારની કિંમતનું લેપટોપ મળી આવ્યું ન હતું. જે વખતે ઓફીસમાં કે ઘરે લેપટોપ ભૂલી ગયાનું માનીને તેણે ફરિયાદ કરી ન હતી. પરંતુ આજદીન સુધી કામના સ્થળ તેમજ ઘરે શોધખોળ કરવા છતાં લેપટોપનો ક્યાંય પત્તો નહીં લાગતાં આખરે અતુલની ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.