1 જૂનથી દોડનારી 200 ટ્રેનો માટે ઓનલાઈન બુકિંગ શરૂ

0
710

ભારત સરકારે જાહેરત કરી છે કે 1 જૂનથી દરરોજ દોડનારી 200 ટ્રેનો માટે આજે સવારે 10 કલાકથી ઓનલાઈન બુકિંગ શરૂ થશે. આ ટ્રેન શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો ઉપરાંત દોડાવવામાં આવશે. આ 200 ટ્રેનો માટે માત્ર ઓનલાઈન બુકિંગની જ સુવિધા હશે. રિઝર્વેશન કાઉન્ટરથી કોઈ જ ટિકિટ બૂક નહીં થાય. આ માટે એડવાન્સ રિઝર્વેશન પીરિયડ 30 દિવસ હશે, RAC અને વેઈટિંગ લિસ્ટ અગાઉની માફક હશે. એસી અને નોન એસી ઉપરાંત જનરલ કોચ પણ હશે. પરંતુ જનરલ કોચમાં પણ સીટ રિઝર્વ ટિકિટવાળી જ હશે.

મુસાફરોને પણ ઓનલાઇન જ જે બેઠક ફાળવવામાં આવશે માટે તેને શોધીને પોતાની જગ્યા લેવાની રહેશે. ઓનલાઇન રિઝર્વેશનથી સોશિયલ ડિસ્ટંસનો નિયમ છે તેને જાળવવામાં સરળતા રહે છે કેમ કે રેલવે નક્કી કરે તે જ બેઠક પર મુસાફરોએ બેસવાનું હોય છે. જોકે જે ટ્રેનો શરૂ થવા જઇ રહી છે તેના ભાડા સામાન્ય જ હશે, કોઇ વધારાનું ભાડુ લેવામાં નહીં આવે. ૨૧મી મેથી સવારે ૧૦ વાગ્યે બુકિંગ કરવાનું રહેશે. રેલવેની મોબાઇલ એપ્લિકેશન આઇઆરસીટીસી રેલ કનેક્ટ અને આઇઆરસીટીસીડોટકોડોટઇન પરથી પણ બુકિંગ કરી શકાશે.

ગુજરાતમાં જે ટ્રેન શરૂ થશે તેમાં અમદાવાદથી હાવડા, મુંબઇ સેંટ્રલથી અમદાવાદ , અમદાવાદથી દરભંગા , અમદાવાદથી વારાણસી, સુરતથી છાપરા, દિલ્હીથી અમદાવાદ , અમદાવાદથી મુઝફ્ફરનગર, અમદાવાદથી ગોરખપુર, અમદાવાદથી નિઝ્ઝામુદ્દીનનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here