16મો રોજગાર મેળો, PMએ 51 હજાર જોબ લેટર આપ્યા

0
458

PM મોદીએ શનિવારે 16મા રોજગાર મેળામાં 51 હજારથી વધુ યુવાનોને જોબ લેટર આપ્યા હતા. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કહ્યું કે યુવાનોની ક્ષમતા એ આપણા ભારતના ભવિષ્ય માટે સૌથી મોટી મૂડી અને ગેરંટી છે. અમારી સરકાર આ મૂડીને સમૃદ્ધિનો સ્ત્રોત બનાવવામાં કાર્યરત છે.
તેમણે કહ્યું કે હું બે દિવસ પહેલા જ 5 દેશોની મુલાકાત લઈને પાછો ફર્યો છું. ભારતની યુવા શક્તિનો અવાજ દરેક દેશમાં સંભળાયો હતો. આ દરમિયાન જે પણ કરાર થયા છે, તેનો લાભ યુવાનોને ચોક્કસ મળશે. તમારા વિભાગો અલગ છે પણ ધ્યેય એક છે. કાર્ય ગમે તે હોય, પદ ગમે તે હોય, ક્ષેત્ર ગમે તે હોય, ધ્યેય રાષ્ટ્ર સેવા છે. એકમાત્ર સૂત્ર નાગરિક સેવા છે. તમારી આ નવી યાત્રા માટે શુભકામનાઓ.
દેશભરમાં 47 સ્થળોએ રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લો રોજગાર મેળો 26 એપ્રિલના રોજ યોજાયો હતો. વડાપ્રધાને 22 ઓક્ટોબર 2022ના રોજ રોજગાર મેળાના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. અત્યાર સુધીમાં 9.73 લાખથી વધુ લોકોને રોજગાર મળ્યો છે.