20 વર્ષ પછી ફરી અચાનક કેમ સલમાને કરાવી આવી હેરસ્ટાઈલ?

0
345

બોલિવૂડના દબંગ ખાન સલમાન ખાનનો નવો બાલ્ડ લૂક વાયરલ થઈ રહ્યો છે. સલમાન હાલમાં જ મુંબઈમાં એક પાર્ટીમાં હાજરી આપતા રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યો હતો. આ દરમિયાન અભિનેતા કેમેરાની સામે આવતા જ તેનો લુક જોઈને બધા ચોંકી ગયા હતા. સલમાન ખાનનો આ બાલ્ડ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જુઓ સલમાન ખાનના નવા લુકના ફોટા.સલમાન ખાનનો આ લુક ઘણો ખતરનાક લાગી રહ્યો છે. અભિનેતાના આ લુકને જોઈને નવી ફિલ્મના લૂકના સમાચારો તેજ થઈ ગયા છે. તેની નવી ફિલ્મમાં અભિનેતાના આ લુકને લઈને ઘણા લોકો અનુમાન લગાવવા લાગ્યા છે.સલમાન ખાન ખૂબ જ ગંભીર દેખાઈ રહ્યો હતો. અભિનેતાનો આ બાલ્ડ લુક સોશિયલ મીડિયા પર દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે સલમાન ખાન કેમેરાની સામે આ રીતે બાલ્ડ લુકમાં દેખાયો.આ પહેલા વર્ષ 2003માં ફિલ્મ ‘તેરે નામ’માં સલમાન ખાન બાલ્ડ લુકમાં કેમેરામાં કેદ થયો હતો. તે સમયે પણ સલમાન ખાનના આ બાલ્ડ લુકની ખૂબ ચર્ચા થઈ હતી. આ ફિલ્મમાં અભિનેતાની સામે ભૂમિકા ચાવલા હતી.