22 વર્ષ બાદ મિસ વર્લ્ડમાં પ્રિયંકાની જીત પર ઉઠ્યો સવાલ…

0
353

પ્રિયંકા ચોપરા આજે એક બૉલિવૂડ અભિનેત્રી જ નહીં પણ ગ્લોબલ સ્ટાર બની ચુકી છે. ઈન્ડિયાથી લઈ ઈન્ટરનેશનલ સિનેમા સુધી પોતાની ઓળખ ઉભી કરનાર પ્રિયંકાને પહેલી વાર સમગ્ર દુનિયાએ ત્યારે જોઈ, જ્યારે તેણીએ મિસ વર્લ્ડ 2000 પેજેંટ જીત્યો હતો. દુનિયાનો સૌથી જુનો બ્યુટી પેજેંટ જીતીને પ્રિયંકાએ લોકપ્રિયતા મેળવી હતી અને અહીંથી જ તેના માટે ફિલ્મોના દરવાજા ખુલ્યા હતાં.

મિસ યૂએસએ બ્યુટી પેજેન્ટ, એક કન્ટેસ્ટન્ટની જીતને લઈ આજકાલ ખુબ જ વિવાદમાં છે. મિસ ટેક્સાસ રહી આર બૉની ગેબ્રિએલ ના મિસ યૂએસએ 2022 ટાઈટલ જીત્યા બાદ, તેમની કેટલીક સાથી કન્ટેસ્ટન્ટ અભિનંદન પાઠવવાને બદલે સ્ટેજ પરથી ઉતરી ગઈ હતી. મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશન આ મામલે તપાસ કરી રહી છે અને મિસ યૂએસએના પ્રેસિડન્ટ ક્રિસ્ટલ સ્ટીવર્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

સોશિયલ મીડિયા પર આ વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને લોકો દ્વારા બ્યુટી પેજેન્ટ્સ એટલે કે સૌંદર્ય સ્પર્ધકો `ફિક્સ` હોવાની વાતો વહેતી થઈ છે. આની વચ્ચે પૂર્વ મિસ બારબાડોસ લીલાનીએ આક્ષેપ લગાવ્યો છે કે તેમની સાથે મિસ વર્લ્ડ 2000માં ભાગ લેનાર મિસ ઈન્ડિયા પ્રિયંકા ચોપરાની તરફેણ કરવામાં આવી રહી હતી, તેમજ તેની જીત પહેલેથી જ નક્કી હતી.

લીલાનીએ પ્રિયંકાની જીત પર આક્ષેપ કરતાં કહ્યું કે,`તમને યાદ અપાવું કે, ગત વર્ષમાં પણ મિસ ઈન્ડિયાની જીત થઈ હતી. સ્પૉન્સર જી ટીવી હતું, જે એક ભારતીય કેબલ સ્ટેશન છે. તેમણે આખો મિસ વર્લ્ડ સ્પૉન્સર કર્યો હતો. અમારા સૈશ પર પહેલા જી ટીવી લખ્યું હતું અને પછી અમારા દેશનું નામ હતું.`

લીલાનીએ પ્રિયંકા સાથેના પક્ષપાત વિશે કહ્યું કે તેણે સ્વિમસૂટ રાઉન્ડમાં ડ્રેસ પહેર્યો હતો. તેણે કહ્યું,પ્રિયંકા ચોપરા એકમાત્ર એવી સ્પર્ધક હતી જેને સરોંગ પહેરવાની છૂટ હતી.તેને કહેવામાં આવ્યું હતું કે તે તેની સ્કિન ટોનને ઠીક કરવા માટે કેટલીક સ્કિન ટોન ક્રીમ લગાવી રહી છે, જે હજુ પણ યોગ્ય નથી. લીલાનીના જણાવ્યા અનુસાર, બાકીના બધાને કહેવામાં આવ્યું હતું કે પ્રિયંકાની ક્રીમ કામ કરી રહી નથી તેથી તે સરોંગને હટાવવા માંગતી નથી.